ખેડા : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગરમીની સિઝનમાં અનેક પશુ-પક્ષીઓને મેડિકલ સારવાર અપાય...

ખેડા જીલ્લામાં નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે,

ખેડા : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગરમીની સિઝનમાં અનેક પશુ-પક્ષીઓને મેડિકલ સારવાર અપાય...
New Update

ખેડા જીલ્લામાં નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે, ત્યારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગરમીની સિઝનમાં પશુ-પક્ષીઓને મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે.

ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું દ્વારા જિલ્લાનાં પશુ પક્ષીઓને ગરમીના પ્રકોપથી રાહત આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં, કોઈપણ પ્રાણી કે, પક્ષીને ડિહાઈડ્રેશન થઇ જાય તો તેમને ફ્લુડ થેરાપી, આઈસ પેક કે પાણીના પોતા મૂકીને તેમની સારવાર કરવામાં આવે છે, અને જો વધારે બોડી ટેમ્પરેચર લાગે તો જરૂરી ઈન્જેકશન આપીને સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત ખેડા જિલ્લામાં મે મહિનામાં 10 જેટલાં કેસ સામે આવ્યા છે, જેમાં કરુણા એમ્બુલન્સ 1962 અને ફરતા દવાખાના દ્વારા ગાય, બિલાડી, કુતરા અને પક્ષીઓને વિવિધ મેડીકલ સારવાર આપીને ગરમીથી રક્ષણ આપવામાં આવ્યુ છે. નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે. જેનો મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો લાભ લઈ રહ્યા છે.

#Gujarat #CGNews #summer season #animals #birds #Kheda #medical treatment #EMRI #EMRI Green Health Service
Here are a few more articles:
Read the Next Article