Connect Gujarat
ગુજરાત

ખેડા : ડાકોરમાં પૂર્ણિમા નિમિત્તે રણછોડરાયના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

X

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયની મંગળા આરતી અને દર્શનનો લાહ્વો પ્રાપ્ત કર્યો હતો.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ઠાકોરજીની મંગળા આરતી અને દર્શનનો લાહ્વો પ્રાપ્ત કર્યો હતો. વહેલી સવારે 5:00 વાગ્યાના અરસામાં પૂર્ણિમાની મંગળા આરતી થઈ હતી. આ દરમિયાન રણછોડરાયની મંગળા આરતીના દર્શનનો લાભ લઈ સૌકોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ડાકોર દર્શને આવતા એકાએક ભારે ભીડથી ડાકોરની શેરીઓ ભક્તોથી ભરાઈ ગઈ હતી. વ્યવસ્થાના ભાગરૂપે ડાકોર પોલીસ ખડેપગે જોવા મળી હતી. ટ્રાફિક ન સર્જાય તેની અગમચેતીના ભાગરૂપે ડાકોર પોલીસ સ્ટેશનના પી.આઈ. પોતે તથા સમગ્ર પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ, ડાકોર પોલીસ તથા પાલિકા દ્વારા વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતા બહારથી આવનાર શ્રદ્ધાળુઓએ આભાર માન્યો હતો.

Next Story