Connect Gujarat
ગુજરાત

ખેડા : ગુતાલની સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા ખાતે 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો...

ખેડા જિલ્લામાં આવેલ ગુતાલની સરકારી હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગમાં 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.

ખેડા : ગુતાલની સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા ખાતે 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો...
X

ગુજરાત સાહિત્ય અકાદમી અને આર્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લામાં ગુતાલની સરકારી હાઈસ્કૂલમાં જીવનઘડતર વ્યાખ્યાન માળાનો કાર્યક્રમ યોજાયો હતો. જીવનઘડતર વ્યાખ્યાન માળાના 35મા વ્યાખ્યાનમાં જાણીતા પત્રકાર અને લેખક બેલડી કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉનડકટ દ્વારા આ કાર્યક્રમમાં મોબાઈલ અને સોશિયલ મિડીયાની આપણા રોજિંદા જીવન અને કારકિર્દી ઉપર પડતી અસરો વિશે વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન પારસ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય હેમંતકુમાર કા. પટેલ, તેમજ મુખ્ય મહેમાન તરીકે કમિશ્નર ઓફ સ્કૂલના સંકલન અધિકારી મિતેષ પંચાલ, અને શાળાના શિક્ષકો સ્નેહલ રાવલ, અંજના સેંગલ, જીપ્સા માયાવંશી અને મહેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story