ખેડા : અરજદારોના પ્રશ્‍નોનો હકારાત્મક ઉકેલ લાવવા તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્‍લાના મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો.

New Update

ખેડા જિલ્‍લાના મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ અરજદારોના પ્રશ્નોના જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

અરજદારોનો હકારાત્‍મક નિકાલ આપતા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણી અને સરકારનો આભાર વ્‍યક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા કરી. તેમજ સ્થાનિક અન્‍ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનાઓ આપવામાં આવ્‍યા. અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્‍ટ્રીય કુટુંબ સહાય ના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત મામલતદાર સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્‍ન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Latest Stories