Connect Gujarat
ગુજરાત

કચ્છ : હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ મળી આવી, નાસી છૂટેલા માછીમારોની શોધખોળ શરૂ...

કચ્છ જિલ્લાના સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 જેટલી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે,

કચ્છ : હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ મળી આવી, નાસી છૂટેલા માછીમારોની શોધખોળ શરૂ...
X

કચ્છ જિલ્લાના સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 જેટલી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે, જ્યારે બોટ મૂકીને નાસી છૂટેલા પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, BSFની પેટ્રોલિંગ ટીમે અતિ સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક હરામીનાળા વિસ્તારમાં પહોંચી 2 જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ બોટમાં સવાર માછીમારો બોટ મુકીને નાસી ગયા હતા, જ્યારે બોટ મૂકીને નાસી છૂટેલા માછીમારોને ઝડપી લેવા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોટની સઘન તપાસ કરતાં તેમાંથી માછલી, માછીમારીની જાળ સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી, ત્યારે હાલ તો આ બનાવના પગલે સર્ચ ઓપરેશનમાં માછીમારો ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે.

Next Story