Connect Gujarat
ગુજરાત

કચ્છ : જખૌના લુણા બેટ નજીકથી હેરોઇનના 3 પેકેટ મળી આવ્યા, સીમા સુરક્ષા દળ દ્વારા તપાસ હાથ ધરાય...

જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ લુણા બેટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન સીમા સુરક્ષા દળ દ્વારા 3 હેરોઇનના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા.

કચ્છ : જખૌના લુણા બેટ નજીકથી હેરોઇનના 3 પેકેટ મળી આવ્યા, સીમા સુરક્ષા દળ દ્વારા તપાસ હાથ ધરાય...
X

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ લુણા બેટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન સીમા સુરક્ષા દળ દ્વારા 3 હેરોઇનના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, કચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક લુણા બેટ ખાતે સીમા સુરક્ષા દળના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન 3 હેરોઇનના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ પેકેટ પર 36 કોફીપેડ્સ માઇલ્ડનું લખાણ જોવા મળ્યું છે. જોકે, આ પેકેટ્સ દરિયાઈ મોજામાં તણાઈને આવ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ 3 પેકેટ પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલા હતા. જેમાં એક પેકેટનો વજન 1 કિલો હતો. આ સાથે જ 1 કિલો હેરોઇનની કિંમત રૂ. 5 કરોડ આંકવામાં આવે છે, ત્યારે આ પેકેટ્સ કોણે ક્યાથી મોકલાવ્યા તેમજ કોણે પાર્સલ થવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું. જેને સીમા સુરક્ષા દળની ટીમે જપ્ત કર્યું હતું. તો બીજી તરફ, એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા હતા. તેમજ અન્ય 6 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે અવારનવાર ઝડપાઇ રહેલા હેરોઇનના પેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story