Connect Gujarat
ગુજરાત

કચ્છ : સંજીવની સમાન 108 એમ્બ્યુલન્સમાં મહિલા દર્દી ફસાય, લાતો મારી મારીને દરવાજો ખોલવાની નોબત આવી..!

ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા એ લાખો લોકોની સેવાનું સાધન સાબિત થઈ છે.

X

ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા એ લાખો લોકોની સેવાનું સાધન સાબિત થઈ છે. પીડિત દર્દીઓને ઈમરજન્સી સેવા આપીને 108 એમ્બ્યુલન્સ જીવનરક્ષક સાબિત થઈ છે. જેથી કહી શકાય કે, દર્દીઓને નવજીવન આપવામાં 108 એમ્બ્યુલન્સનો મહત્વનો ફાળો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે 108 એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત છે, ત્યારે દર્શક મિત્રો હવે તમે આ વિડિયો જુઓ...

આ વિડિયો છે કચ્છ જિલ્લાનો... કે, જ્યાં 108 એમ્બ્યુલન્સમાં એક મહિલા દર્દી પોતાના સ્વજનો સાથે અડધો કલાકથી પણ વધુ સમય સુધી ફસાય હતી. કચ્છના આદિપુરથી ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર માટે આવેલ મહિલા દર્દીને 108 એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલતા હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જોકે, 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા લોખંડના હથિયારો વડે અને લાતો મારી મારીને ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સનો દરવાજો ખોલવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ, 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ દરવાજો ખોલવા હેરાન થતો રહ્યો, જ્યાં જી.કે.હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ ઉભા રહી તમાશો જોતા હોવાનું ફલિત થયું હતું. પરંતુ આ બધા વચ્ચે બિચારા દર્દીનો શું વાંક.! સરકારે આવી તકલાદી એમ્બ્યુલન્સનું તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ, જેથી ફરી કોઈવાર આ પ્રકારે કોઈપણ દર્દીને એમ્બ્યુલન્સમાં ફસાવવાનો વારો આવે નહીં...

Next Story