Connect Gujarat
ગુજરાત

કચ્છ : PM મોદીને જન્મદિવસની અનોખી ભેટ, માંડવીના 3 કારીગરોએ ગાંધીનગર ખાતે બનાવ્યું અનોખુ રેત શિલ્પ...

PM નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

X

PM નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના માંડવીના 3 કારીગરોએ ગાંધીનગર ખાતે PM મોદીનું અનોખુ રેત શિલ્પ બનાવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે આગામી તા. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 73 સ્થળો પર 73,000 યોગસાધકો દ્વારા 7,30,000 સૂર્ય નમસ્કારના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, PM નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના માર્ગદર્શન હેઠળ રેત શિલ્પ બનાવવામાં આવ્યું છે. માંડવીના 3 કારીગરોએ ગાંધીનગરમાં PM મોદીનું અનોખુ રેત શિલ્પ બનાવ્યું છે. આ રેત શિલ્પમાં G-20 અને ચંદ્રયાન-3ની સફળતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આબેહૂબ દર્શાવવામાં આવ્યા છે. આ રેત શિપ્લ બનાવવા માટે 50 ટન દરિયાઈ રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૃતિને જોઈ લોકો વખાણ કરી રહ્યા છે, ત્યારે હાલ તો PM મોદીના જન્મદિન નિમિત્તે અલગ અલગ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story