Connect Gujarat
ગુજરાત

કચ્છ : બૉલીવુડ એક્ટ્રેસ સારાઅલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો સામત્રા ગામનો યુવાન

કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે,

X

કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે, ત્યારે કચ્છનો યુવાન બૉલીવુડ ક્ષેત્રે આગળ વધી પોતાના સરહદી જિલ્લાનું નામ ખૂબ રોશન કર્યું છે.

કચ્છ જિલ્લામાં કલા અને કલાકારોનો ખજાનો છે, બસ જરૂર છે તેઓને પારખવાની... કચ્છમાં જુદી જુદી સુપરહિટ ફિલ્મોના શુટીંગ થઈ ચૂક્યા છે, ત્યારે કચ્છના યુવાને બોલીવુડમાં પ્રદાપણ કર્યું છે. ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન તુલસી વરસાણી બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પંજાબના શહીદ વીર જવાન બાબા હરભજનસિંઘ પર એક ફિલ્મ બની રહી છે. જેમાં તુલસી હરભજનસિંઘના રોલમાં છે, જ્યારે તેમાં સારા અલી ખાન સાથે અમિતાભ બચ્ચન પણ અભિનય કરી રહ્યા છે. તાજેતરમાં જ તુલસી વારસાણી મલ્હાર ઠક્કરના ગીત ઓધાજીમાં પણ ચમક્યો હતો.

તુલસી વરસાણીએ જણાવ્યું કે, કચ્છના લોકોની કલાને નિરખવા માટે તે પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કચ્છમાં કરશે. તેમાં લોકલ કલાકારોને તક આપી કચ્છની કલાને આગળ લાવવાના પણ પ્રયાસ કરશે. કચ્છમાં થયેલા ઝારાના યુદ્ધ વિશે પણ તે ફિલ્મ બનાવવાનો હોવાનું જણાવી "ઝારા… ધ બેટલ ઓફ કચ્છ" વિશે હાલ સંશોધન ચાલી રહ્યું હોવાનું જણાવ્યુ હતું, ત્યારે હવે કચ્છનો યુવાન બૉલીવુડ ક્ષેત્રે આગળ વધી પોતાના સરહદી જિલ્લાનું નામ સમગ્ર દેશમાં રોશન કરી રહ્યો છે.

Next Story