કચ્છ : ભુજના યુવાને 12 ×12ની સાઇઝ અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો

લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નવું નવું લાવતા હોય છે અને ફેમસ થઇ જાય છે. ત્યારે ભુજના યુવાને કંઇક નવુ કરી બતાવ્યું છે.

New Update
કચ્છ : ભુજના યુવાને 12 ×12ની સાઇઝ અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો

લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નવું નવું લાવતા હોય છે અને ફેમસ થઇ જાય છે. ત્યારે ભુજના યુવાને કંઇક નવુ કરી બતાવ્યું છે. મોટામાં મોટો વડાપાઉં બનાવવાનું યુવાને વિચાર્યું હતું. 6 વખત બનાવવાનો પ્રયત્ન કર્યો છતા ના બન્યું પરંતુ યુવાનએ હાર ન માની અને 12 ×12 ની સાઇઝનું અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરી દીધો હતો

Advertisment W3.CSS

આજના આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં રોજ લોકો કંઈ ને કંઈ અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને ફેમસ થઈ જતાં હોય છે. ખાસ કરીને હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે.સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય કરી 6 વખત પ્રયત્ન કર્યા હતા. ભુજના મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લાં 7 વર્ષથી વડાપાંઉ અને ભજીયાના ધંધા સાથે સંકળાયેલ સંદીપભાઈ બુધ્ધભટ્ટી અને તેમના દીકરા દેવ બુધ્ધભટ્ટીએ સોશિયલ મિડીયા થકી બે સંસ્થાઓના સંપર્કમાં આવ્યા હતા. કંઇક અલગ કરવાની ભાવના સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યુ હતું. જેમાં સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય કર્યો હતો. દેવ બુધ્ધભટ્ટીએ 6 વખત મોટામાં મોટો વડાપાઉં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કંઇકને કંઇક રીતે તે નિષ્ફળ જતો હતો.7મી વાર પ્રયત્ન કરી અને રેકોર્ડ તો પોતાના નામે કર્યો છે. પરંતુ સોશિયલ મિડીયામાં પણ ભારે ચર્ચામા આવ્યો છે.12 ×12 ની સાઇઝનું અને 2.656 કિલોનો વડાપાંઉ હાલ ખુબ ચર્ચામા છે. દેવ બુધ્ધભટ્ટીને તેના પિતા સંદીપભાઈએ 12 × 12 અને 2.656 કિલોનો વડાપાંઉ બનાવવા માટે પ્રેરણા આપી. ત્યાર બાદ દેવ રાજસ્થાનની ઇન્ફ્યુલેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન MP સાથે સોશીયલ મિડીયામાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે નવુ કરવા સાથે રેકોર્ડ કરવાનુ નક્કી કર્યુ હતુ