Connect Gujarat
ગુજરાત

કચ્છ: અંજારમાં રૂ.62 લાખના ચકચાર લૂંટ પ્રકરણમાં પોલીસે લૂંટારુઓની કાર કબ્જે કરી, આરોપીઓ પોલીસ પકડથી દૂર

અંજારમાં રૂ.62 લાખની લૂંટનો મામલો, આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટ ચલાવાય.

X

પૂર્વ કચ્છના અંજારમાં સોમવારે સાંજે થયેલી 62 લાખની આંગડિયા લૂંટની ઘટનામાં પોલીસે આજે લૂંટમાં ગયેલી સ્વીફ્ટ કારને બિનવારસી હાલતમાં શોધી કાઢી છે. આ લૂંટમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટિમ કામે લાગી છે.

કરછના અંજાર શહેરના ખત્રી ચોક પાસે શીતલ આઈસ્ક્રીમ પાછળ 12 મીટર રોડ પર આવેલી એન. આર. આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર સોમવારે મોડી સાંજે ઓફીસથી ઘરે જવા કારમાં નીકળ્યા હતા તે સમયે ચોરીની બાઇક લઈને આરોપીઓએ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જે અંગેની બોલાચાલી દરમિયાન બે અજાણ્યા ઈસમોએ આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કરની આંખમાં મરચાની ભૂકી નાખી તેને કારમાંથી બહાર કાઢીને કાર હંકારી ગયા હતા.

કારમાં આંગડિયાના રૂ. 62.88 લાખની રોકડ હતી તેમજ આરોપીઓ ભાવિનના ગળામાંથી સોનાની ચેઇન પણ ખેંચી ગયા હતા આ ચકચારી લૂંટનાં બનાવને પગલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી તપાસ માટે ટિમો બનાવી હતી ત્યારે આજે સવારે લૂંટમાં ગયેલી કાર ભચાઉના ચીરઈ નજીક સર્વિસ રોડ પરથી બિન વારસી હાલતમાં મળી આવી હતી. આરોપીઓએ લૂંટમાં જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બે દિવસ પહેલા અંજાર શહેરમાંથી ચોરાઈ હતી પણ પોલીસે તેની સમયસર ફરિયાદ નોંધી ન હતી તે મુદ્દે એસપી મયુર પાટીલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.પોલીસે આરોપીના સ્કેચ પણ બનાવ્યા છે ટૂંકા ગાળામાં ગુનાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા બતાવાઈ છે.

Next Story