કચ્છ : આશાપુરા માતા મંદિરે આવતીકાલે ઘટ્ટસ્થાપન , તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી

કચ્છમાં મા આશાપુરા માતાના મઢમાં 1લી એપ્રિલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે , આ વર્ષે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડશે

New Update

કચ્છમાં મા આશાપુરા માતાના મઢમાં 1લી એપ્રિલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે , આ વર્ષે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડશે  ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું ખૂબ મહત્વ રહેલું છે, 2 તારીખથી ચૈત્ર નવરાત્રીનું પ્રારંભ થશે. તેમાં પણ આસો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીમાં માતા ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. કચ્છ કુળદેવી આશાપુરા માતાજીના માતાનામઢ સ્થિત મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવતા હોય છે. આગામી 1 એપ્રીલે ઘટ્ટ સ્થાપન સાથે માતાનામઢ આશાપુરા માતાજીના મંદિરે આદ્ય શક્તિની આરાધના પર્વનો પ્રારંભ થશે. માતાનામઢ ખાતે પણ ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની તૈયારી અંતિમ તબક્કે પહોંચી છે. માતાનામઢ ખાતે 1 એપ્રિલે રાત્રે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે.8 એપ્રિલે પુજન બાદ હવન પ્રારંભ થશે અને શ્રીફળ હોમવા સાથે નવરાત્રીની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. નવરાત્રી પર્વ દરમ્યાન યાત્રીઓ માટે ભોજન – પ્રસાદ અને રહેવા માટેની પણ પુરતી સુવિધા રાખવામાં આવશે.

Advertisment