કચ્છ : પૂર્વ ધારાસભ્યની હત્યા કેસના આરોપીના પક્ષમાં વકીલોને હાજર ન રહેવા બાર એસો.ની અપીલ, જાણો કારણ..!

પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસનો મામલો, હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ.

New Update
કચ્છ : પૂર્વ ધારાસભ્યની હત્યા કેસના આરોપીના પક્ષમાં વકીલોને હાજર ન રહેવા બાર એસો.ની અપીલ, જાણો કારણ..!
Advertisment

કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી જેન્તી ઠક્કરે કેડીસીસી બેન્ક કૌભાંડ મુદ્દે ભુજમાં વકીલ પર 2 વર્ષ પૂર્વે હુમલો કરાવ્યો હતો. જે કેસમાં તાજેતરમાં LCB પોલીસે જેન્તી ઠક્કર સહિત અન્ય 1 વ્યક્તિની ધરપકડ કરી છે, ત્યારે ભુજ વકીલ બાર એસોસિએશન દ્વારા જેન્તી ઠક્કરના પક્ષમાં કોઈપણ વકીલ હાજર ન રહે તેવી અપીલ કરવામાં આવતા તેને ગ્રાહ રખાઈ છે.

Advertisment

ભુજના એડવોકેટ અને કાર્યકર હેનરી જેમ્સ ચાકો પર થયેલા હુમલાના ષડયંત્રમાં સામેલ જેન્તી ઠક્કર અને નવુભા સવાઈસિંહ સોઢા નામના 2 આરોપીની LCB પોલીસે 2 દિવસ અગાઉ ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓના બચાવમાં નહીં ઉતરવા ભુજ વકીલ બાર એસોસિએશને બારના તમામ સદસ્ય વકીલોને લેખિત સૂચના આપી છે. ભૂતકાળમાં અવારનવાર વકીલો ઉપર સમાજના માથાભારે તત્વો દ્વારા હુમલાઓ થયા છે, ત્યારે આ હુમલાને લાલબત્તી સમાન ગણાવી ભુજ વકીલ બાર એસોસિએશનના કાર્યકારી પ્રમુખ વિમલ મહેતાએ વકીલ પર હુમલો કરનારા આરોપીઓનો કૉર્ટમાં બચાવ નહીં કરી વકીલ આલમની એકતા દર્શાવી બતાવવા વકીલોને વિનંતી કરી છે. આરોપીઓના બચાવ માટે વકીલાતનામું રજૂ ન કરવા અને બચાવમાં કૉર્ટમાં કોઈ વકીલને હાજર ન થવા પણ અનુરોધ કરાયો છે. હેનરી ચાકો ભુજ વકીલ બાર એસોસિએશનના સભ્ય હોવાથી કાર્યકારી પ્રમુખ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.