Connect Gujarat
ગુજરાત

કરછ: ભુજ BSFમાં વિજય મશાલ રેલીનું આગમન, ભવ્ય સ્વાગત કરાયુ

પાકિસ્તાન પર ભારતને મળેલ ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ, 1971માં થયું હતું યુદ્ધ.

X

ભારત - પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતને મળેલી ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરાઈ રહી છે જેની ઉપલક્ષમાં વડાપ્રધાન મોદી દ્વારા દેશના 4 અલગ અલગ ભાગોમાં વિજય મશાલ રેલીને પ્રસ્થાન અપાયું હતું જે રેલી દ્વારકા થઈ ભુજ ખાતે આવી પહોંચતા મુન્દ્રા રોડ બીએસએફ કેમ્પસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આજથી 50 વર્ષ પૂર્વે વર્ષ 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો જેના ઉપલક્ષમાં દેશભરમાં સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જે તે સમયે કચ્છની સરહદ પર પણ યુદ્ધનો જંગ ખેલાયો હતો આ યુદ્ધમાં જીત માટે કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો હતો.

ભુજમાં મુન્દ્રા રોડ ખાતે આવેલ બીએસએફ ચોકી ખાતે આ વિજય મશાલ પ્રસ્થાપિત કરાઈ હતી. પુરા આદર સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય મશાલને આવકારવામાં આવી હતી અહીંથી વિજય મશાલ કચ્છ સરહદ પર ધર્મશાળા ચોકી અને સરદાર પોસ્ટ પર જશે મહત્વની બાબત એ છે કે, કચ્છમાં દેશની અંતિમ સરહદ આવેલી છે કચ્છ સરહદની સામેપાર પાકિસ્તાન આવેલું છે જેથી સરહદ પર બીએસએફ, ઇન્ડિયન આર્મી, નેવી, કોસ્ટગાર્ડ, સીઆઈએસએફના જવાનો એલર્ટ રહેતા હોય છે ત્યારે આ વિજય મશાલ સરહદ પર જઈ જવાનોના હોસલાને બુલંદ કરવાનું કામ કરશે.

આ તકે યુદ્ધની લડાઈમાં ભાગ લેનાર નિવૃત સૈનિક પણ હાજર રહ્યા હતા જેઓનું વિશેષ સન્માન કરાયું હતું દેશની સરહદ પર જ્યાં સુધી સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત પહેરો છે ત્યાં સુધી દેશવાસીઓને ગભરાવવાની કોઈ જરૂર નથી.

Next Story