Connect Gujarat
ગુજરાત

કરછ: ભુજના નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, વાવ્યા 10 હજાર વૃક્ષ

નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, 10 હજાર વૃક્ષોનું કરાયું વાવેતર.

X

કરછના ભુજમાં નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે. નિવૃત્તિ બાદ તેઓએ હત્યા સુધી 10 હજાર કરતાં વધુ વૃક્ષ વાવી તેનું જતન પણ કરી રહ્યા છે.

સરહદી કચ્છ જિલ્લાને લોકો સૂકી ધરતી તરીકે અત્યારસુધી ઓળખતા હતા પણ કચ્છની કાયાપલટ થયા બાદ આ મહેણું પણ ભંગાઈ ગયું છે. આજે કચ્છ જિલ્લો ખેતી અને હરિયાળીમાં રાજ્યમાં અગ્રસ્થાને આવે છે કચ્છને લીલુંછમ બનાવવામાં સૌનો ફાળો રહ્યો છે ત્યારે ભુજની ભાગોળે કુકમાં વિસ્તારમાં નિવૃત ડીવાયએસપી દ્વારા પણ પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા માટે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.

પીએસઆઇ થી લઈને ડીવાયએસપી સુધી 20 વર્ષ નોકરી કર્યા બાદ નિવૃત થયેલા દિલીપ અગ્રાવતે હવે હરિયાળી વધારવા તરફ પ્રયાસો કર્યા છે તેમણે જણાવ્યું કે, નિવૃત્તિ બાદ મારો એક જ સંકલ્પ રહ્યો છે કે મહત્તમ વૃક્ષો વાવી કચ્છને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ જેથી કુકમાં વિસ્તારમાં અત્યારસુધી 10 હજાર વૃક્ષો વાવ્યા છે ખાસ કરીને જે ઝાડ ઝડપથી મોટા થાય છે જેમ કે લીમડો, ગુગળ, પીલું તેને જ વાવવામાં આવે છે ચોમાસામાં કચ્છમાં સારો વરસાદ પડે તો હજી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

Next Story