Connect Gujarat
ગુજરાત

કચ્છ : BSF આર્ટિલરીના સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી

ભુજથી અટારી સુધી BSF દ્વારા સાયકલ રેલીનું આયોજન, BSFના IGએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યુ.

X

BSF આર્ટિલરીએ વર્ષ 2020ની તા. 1 ઓકટોબરના રોજ 50 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો, ત્યારે તેના ઉપલક્ષમાં ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી BSF આર્ટિલરી કર્મચારીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઐતીહાસિક માઇલસ્ટોનને યાદ કરવા BSF આર્ટીલરીએ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ભુજમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેડિકલ કેમ્પ, રમત-ગમતના કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ BSF આર્ટિલરી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સમર્પણ અને નિસ્વાર્થ સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ ઉપરાંત દેશના યુવાનોને રાષ્ટ્રની સેવા કરવા માટે BSFમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.

આ પ્રસંગે BSF ગુજરાતના ફ્રન્ટીયર હેડ ક્વાર્ટરના ઈન્સ્પેક્ટર જનરલ આઈ.પી.એસ. (IPS) જી.એસ.મલિક દ્વારા ભુજના મુન્દ્રા રોડ સ્થિત BSF કેમ્પસથી BSF આર્ટિલરીની ગોલ્ડન જ્યુબિલી સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય BSF આર્ટિલરી કર્મચારીઓની સહનશક્તિ અને શારીરિક તંદુરસ્તીના ધોરણોની ચકાસણી કરવા ઉપરાંત વર્ષ 1971થી આર્ટિલરીએ BSFનો અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ છે, ત્યારે આ સાયકલ રેલી દ્વારા BSF આર્ટિલરીનો ઇતિહાસ, ભૂમિકા, સિદ્ધિઓ અને તાલીમ પ્રવૃત્તિઓ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે.

BSF આર્ટિલરીના 15 સાયકલ સવારોએ ભુજથી રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં 15 ઓગસ્ટ, 2021 સુધી પંજાબના અમૃતસરમાં ભારત અને પાકિસ્તાનના પ્રખ્યાત જોઇન્ટ ચેક પોસ્ટ (જેસીપી) અટારી સુધી આશરે 2500 કિલોમીટરની અંતર આવરી લેવામાં આવશે. આ રેલીમાં BSF આર્ટિલરીના ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને પંજાબ સહિત અન્ય રાજ્યના સાયકલ સવારો પણ જોડાશે. જેમાં અટારી બોર્ડર ખાતે 50થી વધુ જવાનોની આ સાયકલ યાત્રાને BSFના DG દ્વારા ફ્લેગ ઇન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.

Next Story