Connect Gujarat
ગુજરાત

કચ્છ : ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરવતા નખત્રાણામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભા યોજી...

આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા

X

લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે દરેક રાજકીય પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી.

આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા, જ્યાં માઁ આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા. માતાના મઢથી મુખ્યમંત્રી નખત્રાણા પહોંચ્યાં હતા, જ્યાં સુપર માર્કેટ ખાતે પક્ષના માધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને રીબીન કાપીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સભા સ્થળે પહોંચ્યા હતા. ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા. આ વેળાએ મંચ પરથી મુખ્યમંત્રીએ લોકલક્ષી યોજનાઓ અને કચ્છ તેમજ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, માલતી મહેશ્વરી, ત્રિકમ છાંગા, કેશુ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ ઉપસ્થિત રહ્યા હતા.


Next Story