New Update
કચ્છ કોંગ્રેસના નેતા એચ.એચ.અહિરે પત્રકાર પરિષદમાં મહિલા પોલીસકર્મીની ખુરશી ખેંચી લેતા વિવાદ સર્જાયો હતો.આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી
કચ્છ ના ભુજના ઉમેદ ભવન ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પત્રકાર પરિષદની શરૂઆત કરે તે પહેલા જ પત્રકારોની હાજરીમાં સરકારી ફરજ પર આવેલા મહિલા કર્મી સાથે અણછાજતી અને નારી સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના બની હતી. જેમાં ફિલ્મ હિરોઈન એવા સાંસદ બનેલા કંગના રનૌત સામે અભદ્ર ટિપ્પણી મામલે વિવાદમાં આવેલા ભચાઉ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહીર દ્વારા આઈબીમાં ફરજ બજાવતા મહિલા કર્મી ઉભા થયા બાદ પરત ખુરશી પર બેસવા જતા હતા ત્યારે પાછળ તરફ ખુરશી સરકાવી લેતા મહિલા કર્મી જમીન ઉપર પડી ગયા હતા. બનાવના પગલે ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જોકે, નારાજ મહિલા કર્મી બાદમાં પોતાનો રોષ વ્યકત કરી કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા.પોલીસે આ મામલે ભારત ન્યાય સંહિતાના નવા કાયદા હેઠળ હરેશ આહીર સામે એટ્રોસિટી એક્ટ અને ફરજમાં રુકાવટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories