કચ્છ : રાપરની સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા...

કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન ઉત્પાદકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

New Update

ધનતેરસના દિવસે જ ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા

રાપરની સહકારી મંડળીમાં ફરી ખાતરની અછત સર્જાય

ખાતરની અછતના કારણે અનેક ખેડૂતો હલાકીમાં મુકાયા

ખેડૂતોએ હોબાળો મચાવતા ખાતર વિતરણ અટકી પડ્યું

ખાતરની અછત પ્રત્યે યોગ્ય નિવારણ લવાય તે જરૂરી

કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન ઉત્પાદકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કુલ 18 સહકારી મંડળી મારફતે ખાતર વિતરણ થાય છેઅને ત્યારબાદ બાકી રહેતા ખેડૂતો રાપર સહકારી મંડળી ખાતેથી ખાતર મેળવતા હોય છે. પરંતુ અહીં અપૂરતો જથ્થો મળતો હોવાથી હવે ખાતર વિહોણા ખેડૂતો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. તેવામાં આજે ધનતેરસના દિવસે જ ધાન ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ડીએપી ખાતર મેળવવા ખેડૂત ભાઇ-બહેનો વહેલી સવારથી કતારોમાં ગોઠવાયા હતા. જોકેખાતર મેળવવા પડાપડી થતાં પોલીસ બોલાવવી પડી હતીઅને પરિસ્થિતિ કાબુ બહાર જતા ખાતર વિતરણ પણ અટકી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફઆ અંગે વાગડ સેવા સહકારી મંડળીના મેનેજરે ખાતરની તંગી હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કેખેડૂતોને શિયાળુ વાવેતર માટે એક માસનો સમય મળતો હોય છેત્યારે સ્વાભાવિક ખાતરની માંગ રહેવાની છેત્યારે અત્યાર સુધી માત્ર 30 ટકા જેટલો કુલ જથ્થો જ મળવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ સ્થિતિમાં ખાતર વિતરણ કરવું પણ અશક્ય બની ગયું છેત્યારે ખાતરની અછત પ્રત્યે જવાબદારો દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

Latest Stories