કચ્છ : ચીનથી આવેલ રૂ. 48 કરોડથી વધુની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો DRIએ જપ્ત કર્યો...

કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ પ્રતિબંધિત ઈ-સિગારેટ મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

New Update
કચ્છ : ચીનથી આવેલ રૂ. 48 કરોડથી વધુની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો DRIએ જપ્ત કર્યો...

કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ પ્રતિબંધિત ઈ-સિગારેટ મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઈ-સિગરેટનો જથ્થો ચીનથી આવ્યો હતો. ગુજરાતમાં DRIની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

અમદાવાદ અને સુરત DRIની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આશરે રૂ. 48 કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટીમ દ્વારા 2 શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તેની તપાસ કરવામાં આવતા એક કન્ટેનરમાંથી 2,00,400 (બે લાખ ચારસો) પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટ સ્ટીક્સ મળી આવી હતી. તો બીજા કન્ટેનરમાંથી મિસ ડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આયાતકારના અન્ય કન્ટેનરની તપાસ પણ DRIની ટીમે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર જ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. મુંદ્રા પોર્ટ અને એપસેઝ સબંધિત આ પ્રકરણમાં વધુ એક વાર આ પ્રકારનું મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અગાઉ આ મહિનાની શરૂઆતમાં પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના સચિન હાઇવે પરથી ઈ-સિગારેટ કન્ટેનર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ENDS(ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અથવા ઈ-સિગારેટ બેટરી વડે ચાલતા ઉત્પાદનો છે જેમાં નિકોટીન સાથે મિશ્રિત પ્રવાહીઓને બેટરી વડે ગરમ કરીને તેમને વરાળમાં ફેરવવામાં આવે છે. આ વરાળને શ્વાસ વાટે અંદર લઈને ફેફસામાં ભરીને તેને બહાર ફેકવામાં આવે છે. તેનો આકાર રેગ્યુલર સિગરેટ કરતા જુદો હોય છે, અને તે નાનકડી પેન અથવા USB પેનડ્રાઈવ જેવા દેખાતા હોય છે.

Latest Stories