Connect Gujarat
ગુજરાત

કચ્છ : આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટ "સ્મૃતિ વન"નું નિર્માણ, PM મોદીના હસ્તે લોકાર્પણ કરાશે

તા. 27 ઓગષ્ટે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે કચ્છના મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું કરાશે લોકાર્પણ

X

આગામી તા. 27 ઓગષ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આ મુલાકાત દરમિયાન કચ્છના આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વનનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વર્ષ 2012થી નિર્માણાધીન આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂજના ભૂજિયા ડુંગર પર 470 એકર વિસ્તારને વિકસિત કરાશે.

જેમાં પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે. સ્મૃતિ વન પ્રોજેક્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય મેમોરિઅલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 3 લાખથી વધુ વૃક્ષો, ભૂકંપ મ્યુઝીયમ, 300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, ચેકડેમની દિવાલો પર પીડિતોની તકતી, સન પોઈન્ટ, પાથ-વે, પાર્કિંગ અને સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

Next Story