/connect-gujarat/media/post_banners/6aaae4226577e6c310a2a8012d2a98711fedd053c4b6fd610c2d2831c738d0c3.jpg)
લમ્પી વાયરસનાં બેકાબુ સંક્રમણ અને ગુજરાતની ભાજપ સરકારની અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌમાતા,ગૌવંશના મૃત્યુ થયેલ છે આ બાબતે અસરગ્રસ્ત પશુપાલકોનાં દુઃખદર્દ માં સહભાગી થવા,તકલીફ જાણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કચ્છ મુલાકાતે આવ્યા હતા.તેઓએ પ્રાગપર અહિંસાધામ,ભુજપુર પાંજળાપોળ,કારાઘોઘા,ઝરપરા,બિદડા, સહિતના ગામોની મુલાકાત લીધી હતી.ભુજપુર પાંજરાપોળમાં બીમાર પશુઓને જોઈને રડી પડ્યા હતા.
સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પશુઓ માટે માનવીય અભિગમ દાખવે તેમજ પશુપાલકોને બનતી મદદ કરે તેમ તેઓએ જણાવ્યું હતું. લમપી વાયરસ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગોપાલકોની મુલાકાત જગદીશ ઠાકોરે કરી હતી. આ પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા જોડાયા હતા