કચ્છ: લમ્પી વાયરસે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આંખમાં લાવ્યા આંસુ, પશુઓની હાલત જોઈ થયા ભાવુક

લમ્પી વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ. જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા.

કચ્છ: લમ્પી વાયરસે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આંખમાં લાવ્યા આંસુ, પશુઓની હાલત જોઈ થયા ભાવુક
New Update

લમ્પી વાયરસનાં બેકાબુ સંક્રમણ અને ગુજરાતની ભાજપ સરકારની અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌમાતા,ગૌવંશના મૃત્યુ થયેલ છે આ બાબતે અસરગ્રસ્ત પશુપાલકોનાં દુઃખદર્દ માં સહભાગી થવા,તકલીફ જાણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કચ્છ મુલાકાતે આવ્યા હતા.તેઓએ પ્રાગપર અહિંસાધામ,ભુજપુર પાંજળાપોળ,કારાઘોઘા,ઝરપરા,બિદડા, સહિતના ગામોની મુલાકાત લીધી હતી.ભુજપુર પાંજરાપોળમાં બીમાર પશુઓને જોઈને રડી પડ્યા હતા.

સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પશુઓ માટે માનવીય અભિગમ દાખવે તેમજ પશુપાલકોને બનતી મદદ કરે તેમ તેઓએ જણાવ્યું હતું. લમપી વાયરસ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગોપાલકોની મુલાકાત જગદીશ ઠાકોરે કરી હતી. આ પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા જોડાયા હતા

#ConnectGujarat #Kutch #condition #animals #Congress President #emotional #Jagdish Thakor #Lumpy virus #Skin Disease
Here are a few more articles:
Read the Next Article