કચ્છ : શિક્ષકોની ઘટના વિરોધમાં હાઇવે પર ચક્કાજામ કરી નલિયામાં સરકાર સામે પ્રચંડ આંદોલન,શિક્ષકોની ભરતીની ઉઠી માંગ

કચ્છ જિલ્લામાં કુલ 4700 શિક્ષકોની ઘટ છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોય છે. આ તમામ બાબતોને લઈને નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો

New Update
  • કચ્છમાં શિક્ષકોની ઘટથી શિક્ષણ કાર્ય પ્રભાવિત

  • જિલ્લામાં અંદાજે 4700 શિક્ષકોની અછત

  • સામાજિક આગેવાનના નેતૃત્વમાં કરાઈ માંગ 

  • સ્થાનિક રહીશો,વિદ્યાર્થીઓએ હાઇવે કર્યો ચક્કાજામ

  • વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતી કરવા માટે કરી માંગ

ગુજરાતમાં શિક્ષકોની ઘટને લીધે શિક્ષણની સતત કથળતી સ્થિતિના વિરોધમાં હવે આંદોલન શરૂ થયા છે.કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતા શિક્ષકો ન હોવાથી નલિયામાં સામાજિક આગેવાનોએ આંદોલનનો સહારો લેવો પડ્યો છે.

કચ્છ જિલ્લામાં કુલ 4700 શિક્ષકોની ઘટ છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોય છે. આ તમામ બાબતોને લઈને નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ છે. આ અગાઉ સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી કરાઈ ન હતી. જેના લીધે એક મહિનામાં શિક્ષકોની ઘટની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કચ્છના છ ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની આગેવાને ચીમકી ઉચ્ચારી છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ સ્તર કથળી રહ્યું છે. જેથી સામાજિક આગેવાન દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.અને કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નલિયામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની ભરતી માંગને લઈ બાળકો બેનર અને સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા.  રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આગેવાનો નલિયા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને શિક્ષક અમને ઝડપથી મળી રહે તેવી વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી. બાદમાં છેલ્લે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.

Latest Stories