Connect Gujarat
ગુજરાત

કચ્છ: અંજારના કોલેજીયન યુવાનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીની કરી ધરપકડ, કારણ જાણીચોંકી જશો

કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો

X

કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન કોલેજ ગયા બાદ શંકાસ્પદ રીતે ગુમ થયો હતો. જે મામલે 15 દિવસની તપાસ બાદ તેની હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો અને યસનુ અપહરણ થયુ હોવાની વિગતો સામે આવી હતી.પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી હતી અને તેના ફોટા સાથે માહિતી આપવા માટેની જાહેર અપીલ પણ કરી હતી તપાસ દરમ્યાન યસ સાથે સાથે તેમના જવાના રૂટ પર પાછળ એક ઇસમ કોલેજનુ બેગ લઈને બેઠેલાનુ એનાલીસીસ દ૨મ્યાન ફલીત થતા તે અજાણ્યા ઈસમ કોઈ વિધાર્થી કે મિત્ર હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ સામે આવ્યુ હતુ. સાથે યસ દ્વારા તેના મોબાઈલથી સોસીયલ મીડીયામાં પર મિત્ર વર્તુળમાં બાવળોની ઝાડીઓ દેખાતી હોઈ તેવો વીડીઓ વાયરલ કરાયો હતો જે વીડીઓના આધારે પોલીસ ટીમ ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન મંદિરની પાછળની બાવળોની ઝાડીઓ સુધી પહોંચી હતી અને યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.આ મામલે પોલીસે 15 દિવસે રાજેન્દ્ર કાલરીયાતથા કિશન માવજીભાઈ સીંચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ઝડપેલા બે વ્યક્તિઓની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે રાજેન્દ્ર કાલરીયાસીટ કવર રીપેરીંગનું કામ કરે છે. જે આજથી પાંચ વર્ષ પહેલા આર્થિક રીતે સધ્ધર હતો પરંતુ અચાનક ધંધામાં નુકશાન આવતા ગાડીઓ વેચાઈ જતા ધંધો ઠપ થઈ જતા દેવુ વધી ગયુ જેથી દેવામાંથી બહાર આવવા તેના પરીવારે અમદાવાદ રહેવા માટે મોકલી દીધો હતો અને આરોપી અને ફરીયાદીનો પરીવાર પાંચ વર્ષ પહેલા વરસામેડી વિસ્તારમાં આવેલ બાગેશ્રી -05 માં એક જ સોસાયટીમાં રહેતા હતા બન્ને પરીવારો એકબીજાના પરીચયમાં હતા અને આરોપી જાણતો હતો કે ફરીયાદીનો પરીવાર આર્થિક રીતે સધ્ધર છે.જેથી દેવામાંથી બહાર નીકળવા આરોપીએ ખંડણી માંગવા માટે પ્લાન બનાવ્યો હતો અને બાદમાં યુવાનની હત્યા કરી ફરાર થઈ ગયો હતો

Next Story