કચ્છ : રાજ્યના પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું PM મોદીના હસ્તે કરાશે ઉદઘાટન...

PM મોદીના હસ્તે કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવશે.

New Update
કચ્છ : રાજ્યના પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું PM મોદીના હસ્તે કરાશે ઉદઘાટન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 27મી ઓગષ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે PM મોદીના હસ્તે કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવશે.

Advertisment

રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છની સરહદ ડેરીમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો, રાજ્યનો આ પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે. જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે. આ પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા ૩ મેગાવોટ છે, અને તે 6 લાખ લીટર સુધી દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. જોકે, હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરૂ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે, ત્યારે હવે કચ્છમાં 'સરહદ ડેરી' - સોલાર પાવર પ્લાન્ટ થકી વિકાસ યાત્રામાં નવું પરિમાણ ઉમેરી રહી છે.

Advertisment