Connect Gujarat
ગુજરાત

કચ્છ : રાપરના તળાવમાં સુરખાબ પક્ષીઓનું આગમન, સાઇબીરીયાથી આવે છે પક્ષીઓ

સાઇબીરીયાથી ફલેમિંગો એટલે કે સુરખાબ પક્ષીઓ તેમના નિત્યક્રમ મુજબ રાપરના આંઢવાળા તળાવમાં આવી પહોંચ્યાં છે

X

કચ્છ સહિત રાજયમાં ઓછો વરસાદ હોવાથી દુષ્કાળના ડાકલા વાગી રહયાં છે પણ સાઇબીરીયાથી ફલેમિંગો એટલે કે સુરખાબ પક્ષીઓ તેમના નિત્યક્રમ મુજબ રાપરના આંઢવાળા તળાવમાં આવી પહોંચ્યાં છે.....

કચ્છમાં દુકાળના ડાકલાં વાગી રહ્યા છે અને તળાવો તથા ડેમો ખાલી થઈ જવાની અણી પર છે. ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે રાપર શહેરના આંઢવાળા તળાવમાં માંડ થોડું પાણી બચ્યું છે. તળાવમાં ભલે પાણી ઓછુ હોય પણ હજારો માઇલ દુર સાઇબીરીયાથી વિદેશી પક્ષીઓ તળાવ ખાતે આવી પહોંચ્યાં છે. આ પક્ષીઓ ભારતમાં શિયાળો ગાળવા માટે આવતાં હોય છે. આ પક્ષીઓ સુરખાબના નામથી ઓળખાય છે. શિયાળાને હજુ અઢી ત્રણ મહિનાની વાર છે ત્યારે અત્યારથી રાપર તાલુકાના નર્મદા કેનાલ ની આસપાસ તેમજ તળાવમાં ફલેમિંગો બતક તેમજ અન્ય જળચર પક્ષીઓએ પડાવ નાખ્યો છે. રાપર ઉત્તર રેન્જના વનપાલ પ્રભુભાઇ કોળીના જણાવ્યા મુજબ આંઢવાળા તળાવ મા એકાદ માસ ચાલે એટલું પાણી બચ્યું છે. જયારે તળાવની નજીક રહેતા દિનેશ ચૌહાણએ જણાવ્યું હતું કે આજુબાજુના લોકો આ યાયાવર પક્ષીઓ નો કોઇ શિકાર ના કરે કે કોઇ હાનિના પહોંચે તે માટે લોકો સતર્કતા દાખવી રહ્યા છે શહેરના લોકો વિદેશી યાયાવર પક્ષીઓને જોવા આવી રહ્યા છે

Next Story