કચ્છ : "જીસકા માલ, ઉસકા હમાલ"ની નીતિ સાથે ટ્રક માલિકોએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર..!

New Update
કચ્છ : "જીસકા માલ, ઉસકા હમાલ"ની નીતિ સાથે ટ્રક માલિકોએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર..!
Advertisment

મોંઘવારીના માર વચ્ચે કચ્છના ટ્રક માલિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જીસકા માલ ઉસકા હમાલની નીતિ સાથે કચ્છ જિલ્લામાં 4 હજાર ટ્રક માલિકો હડતાળ પર ઉતરી જતા ટ્રકોના પૈડા થંભી ગયા છે.

Advertisment

કચ્છ જિલ્લામાં અદાણી અને મુન્દ્રા બંદર ઉપરાંત હજારો કંપનીઓ આવેલી છે. જેમાં લિગ્નાઇટ, કોલસા, ખનિજની ખાણો આવેલી હોવાથી જિલ્લામાં પરિવહનની વધુ ડિમાન્ડ રહે છે. જોકે ટ્રક માલિકોને નફો મળવાના બદલે ખોટ થતી હોવાથી હડતાળ કરવામાં આવી છે. એક તરફ ડીઝલના ભાવ 100ને આંબી ગયા છે, ત્યારે પરીવહનના ભાડા વધતા નથી.

જેથી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે, અત્યારસુધી ટ્રકમાં માલ લોડિંગ અને અનલોડિંગનો ખર્ચ ટ્રક માલિકો ભોગવતા હતા, જે હવે નહિ ભોગવે. તો જીસકા માલ ઉસકા હમાલની નીતિ સાથે હવે પરિવહન કરાશે. એટલે કે, માલ લેનાર કંપની અને ટ્રાન્સપોર્ટ પેઢીએ લોડિંગ અનલોડિંગનો ખર્ચ ઉઠાવવો પડશે. જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિર્ણય નહિ આવે, ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે, સમગ્ર જિલ્લામાં માલ પરિવહનને પણ હવે મોટી અસર થઈ છે.