Connect Gujarat
ગુજરાત

કચ્છ : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીધામમાં “તિરંગા યાત્રા”ની શાનદાર ઉજવણી કરાય...

“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત ગુજરાતભરમાં તા. ૯મી ઓગષ્ટથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ જિલ્લાસ્તરે વિવિધ કાર્યક્રમો થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં લોકો ઉત્સાહપૂવર્ક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આ અભિયાનના દ્વિતીય દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા. વતનની સેવા કરવાનો અવસર મળ્યો એ બદલ પોતાને નસીબદાર ગણાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વતનની સેવા કરવાનો લ્હાવો કોઈને જ મળતો હોય છે. જાતિ, જ્ઞાતિ અને ધર્મના વાડામાંથી બહાર આવી આપણે સૌથી પહેલાં ભારતીય છીએ એવું ગૌરવ અનુભવીશું, ત્યારે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી સાચા અર્થમાં સાર્થક થશે. આ પ્રસંગે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા, કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરા, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે, ધારાસભ્ય માલતી મહેશ્વરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, દેવજી વરચંદ, કચ્છ ભાજપ પ્રમુખ ધવલ આચાર્ય, માજી ધારાસભ્ય ડો. નિમા આચાર્ય, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ સહિત રાજકીય આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story