Connect Gujarat
ગુજરાત

કચ્છ: વાગડનું સફેદ રણ લોકોને યુરોપના દેશોની યાદ અપાવી રહ્યું છે, જુઓ મનમોહક દ્રશ્યો

વાગડના સફેદ રણના મન મોહક દ્રશ્યો, બરફના પ્રદેશનો આભાસ.

X

કચ્છનાં વાગડનું સફેદ રણ લોકોને યુરોપના દેશોની યાદ અપાવે છે કારણકે રોડની ચારેબાજુ વિસ્તરેલું અફાટ સફેદ રણ યુરોપના બરફઆચ્છાદિત પ્રદેશોની અનુભૂતિ કરાવે છે પણ વિદેશમાં આવા દ્રશ્યોમાં ઠંડી પડે છે જ્યારે કચ્છમાં ગરમી પડે છે.

હાલ મિશ્ર ઋતુ વચ્ચે પડી રહેલ ગરમીમાં પરશેવે રેબઝેબ થઈ જવાય છે ત્યારે રાપર તાલુકાના રવેચી મંદિર નજીક આવેલા ગાંગટા બેટ ખાતે જવા માટે સાડા ત્રણ કિલોમીટરના અફાટ રણમાંથી પસાર થવું પડે છે. આ રણ વિસ્તારની બને બાજુ પાણી સુકાઈ જઈ મીઠામા પરિવર્તન થઈ ગયું છે તે દ્રશ્ય ગાંગટા બેટના ડુંગર પર બિરાજમાન રવેચી માતાજીના મંદિર પાસે થી રણ માથી પસાર થતા કાચો માર્ગ જાણે સાપની જેમ આડોઅવળો થઈ મનમોહક દૃશ્ય ખડું કરી રહયો છે તો શિરાંની વાંઢ,અમરાપરના રણ માથી પસાર થતો ડામરના રોડની બન્ને બાજુ જાણે યુરોપ દેશના બરફના પ્રદેશ માથી પસાર થતા માર્ગ પરથી પસાર થતા હોય એવો આભાસ થાય છે.

Next Story