New Update
-
માધાપર જુનાવાસમાં સ્ટ્રીટ લાઈટો થઈ બંધ
-
જુના સરપંચની ભૂલને કારણે ગ્રામજનોને હલકી
-
પંચાયતનું વીજબિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઈટો થઈ બંધ
-
પંચાયતનું રૂ.55 લાખનું વીજબિલ બાકી
-
રૂ.10 લાખનું ચુકવણું થતા તંત્ર દ્વારા હૈયાધારણા અપાઈ
કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.જેને લઈને સ્થાનિકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.40 હજાર લોકો પંચાયતની ભૂલના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં છેલ્લા પાંચ દિવસથી પીજીવીસીએલ દ્વારા તમામ સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી છે.તેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે જુનાવાસ પંચાયતનું 84 લાખ રૂપિયાનું બિલ બાકી છે.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે આ મુદ્દે સંબંધિત તંત્રને મૌખિક રજુઆતમાં જણાવ્યું હતુ કે તેઓ જુનાવાસ માધાપરના રહેવાસી છે.છેલ્લા દસ વર્ષ થયા બિલ પંચાયત દ્વારા ભરાતું નથી અને અત્યાર સુધીમાં ત્રણ વખત જુનાવાસના સરપંચ બદલાઈ ચૂકયા છે.હાલના જે સરપંચ છે તેમણે 2022માં સીટ સંભાળી હતી.તે સરપંચે જૂનું અને નવું વીજળીનું બિલ કટકે કટકે થી 20 લાખ રૂપિયા ભરી દીધા હતા.જૂની ચડત રકમ 54 લાખ હતી.29 લાખ વ્યાજ લગાવવામાં આવ્યુ છે.એમ મળીને કુલ 84 લાખ રૂપિયા બાકી છે. હાલના સરપંચ વ્યવસ્થા મુજબ થોડા થોડા રૂપિયા પીજીવીસીએલ કંપનીમાં જમા કરાવે છે. પરંતુ જૂના બે સરપંચના કારણે આટલું મોટું બિલ ચૂકવવાનું બાકી રહી ગયું છે.2016થી વીજળીનું બિલ ચડત છે.બિલ દર વર્ષે જે તે પંચાયતના જવાબદાર સરપંચ 2016 થી 2022 સુધીના સરપંચોએ વીજળી બિલ ભરવાની તકેદારી રાખી હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થઈ હોત.
આ બાબતે જુનાવાસના સરપંચ ગંગા નારણભાઈ મહેશ્વરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે અગાઉના સરપંચની ભૂલના કારણે રકમમાં વધારો થયો છે.આજે રૂપિયા 10 લાખની ભરપાઈ કરી આપી છે,ત્યારે પીજીવીસીએલના અધિકારીએ કેટલીક જગ્યાએ લાઈટ ચાલુ કરશે તેમ જણાવતા તેઓએ ભુજના ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતુ. અંતે આજે સાંજે પીજીવીસીલ દ્વારા લાઈટ ચાલુ કરવાની હૈયા ધારણા આપી હતી.