Connect Gujarat
ગુજરાત

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી

X

દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી

હિન્દુ તહેવાર દિવાળીની રજાઓને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે ભાઈબીજના દિવસે બપોર સુધી 2 લાખ જેટલા માઇભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં રજાઓના માહોલને લઈ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી જેમાં પાવાગઢ પોલીસે તમામ યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે આયોજન કરવામાં આવ્યું. કેટલાક વધારાના પોઈન્ટસ્ ઉપર વ્યવસ્થા વધારવામાં આવી તો ગત રાતથી જ માચીનું પાર્કિંગ ફૂલ થઈ જતા તળેટીમાંથી ખાનગી વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ ઉડન ખટોલાની વ્યવસ્થા મોડી રાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે

Next Story