Connect Gujarat
ગુજરાત

નવસારીમાં “લેન્ડ ગ્રેબિંગ” : ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા NRIની જમીન પચાવી મારી નાખવાની ધમકી સામે ફરિયાદ...

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામના રહેવાસી અને હાલ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા 57 વર્ષીય મહિલા ભાવના પટેલનો સમગ્ર પરિવાર વિદેશ સ્થાયી થયો છે,

X

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પરુજણ ગામે આવેલ જમીનના રેકોર્ડમાં નામ હોવા છતાં મૂળ ભારતીય NRI માલિકને જમીન ઉપર કબજો નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મરોલી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાય છે.

મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામના રહેવાસી અને હાલ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા 57 વર્ષીય મહિલા ભાવના પટેલનો સમગ્ર પરિવાર વિદેશ સ્થાયી થયો છે, ત્યારે તેમની પરુજન ગામે જમીન આવેલી છે, જે જમીન તેમના કાકા સસરા મંગુ પટેલને ખેતી કામ કરવા માટે આપી હતી. પરંતુ તેમણે એ જમીન ગેરકાયદેસર રીતે સુરતના મહેન્દ્ર પટેલને વેચાણથી આપતા મૂળ માલિકને પોતાની જમીનમાં પ્રવેશ ન થવા દેવા બદલ મરોલી પોલીસ મથકે મહેન્દ્ર પટેલ અને તપાસમાં બહાર આવતા જે તે ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

નવસારી જિલ્લાના અનેક ભારતીય પરિવારો વિદેશ સ્થાયી થયા છે, ત્યારે તેમની પોતાની જમીનને કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે દસ્તાવેજી પુરાવા રજૂ કરીને પોતાના નામે કરાવી લે છે. તેવા અનેક બનાવો ભૂતકાળમાં પણ પોલીસ ચોપડે નોંધાયા છે, ત્યારે ફરી એકવાર આવા જ પ્રકારનો બનાવ મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદી ભાવના પટેલની સર્વે 271 ખાતા નંબર 137 સંયુક્ત માલિકીની જમીન 2004માં તેમના કાકા સસરા મંગુ પટેલે મહેન્દ્ર પટેલ નામના ઇસમને સ્ટેમ્પ પેપર ઉપર સહી કરીને સોંપી હતી. જે મામલે હાલ જમીનના મૂળ માલિક જમીન જોવા જતા તેમને તે જમીનમાં ન પ્રવેશવા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story