PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ...

જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂત સમારો યોજાયો હતો.

New Update
PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂત સમારો યોજાયો હતો.

સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો, જ્યાં સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ અને ખાતમુહૂર્ત કરવામાં આવટ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિધાનસભા મત વિસ્તાર દીઠ ૩ લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે જંબુસર-આમોદ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ક્લેક્ટર તુષાર સુમેરા, ભાજપ જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અધિક જિલ્લા કલેકટર એન.આર.ધાંધલ સહિત ભાજપના કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના 2,976 લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. અંકલેશ્વરના સજોદની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સાથે જ ઝઘડીયાના જેસપોર ખાતે ઝઘડીયા, વાલીયા, નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો.

Latest Stories