Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં પાસપોર્ટની લોક અદાલત, એક સાથે અધધ આટલી અરજીનો સ્થળ પર નિકાલ કરાયો

રાજ્યમાં પાસપોર્ટ માટે સૌથી વધારે અરજી સૌથી મોટું મહાનગર અમદાવાદમાં થાય છે. છેલ્લા છ મહિનામાં 3.5 લાખ લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી.

અમદાવાદમાં પાસપોર્ટની લોક અદાલત, એક સાથે અધધ આટલી અરજીનો સ્થળ પર નિકાલ કરાયો
X

રાજ્યમાં પાસપોર્ટ માટે સૌથી વધારે અરજી સૌથી મોટું મહાનગર અમદાવાદમાં થાય છે. છેલ્લા છ મહિનામાં 3.5 લાખ લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો અધૂરા હોવા અથવા પોલીસ રિપોર્ટ નેગેટિવ આવવા ના કારણે અરજદારોનો પાસપોર્ટ રોકી રાખવામાં આવે છે.ત્યારે ગુલબાઇ ટેકરા પાસે આવેલી રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ માં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં રાજ્યભરમાંથી 2200 અરજદારોને તેમની પાસપોર્ટની અરજી નિકાલ માટે બોલાવ્યા હતા. જેમાંથી હાજર ન રહેલા અને દસ્તાવેજ પૂરા ન પાડી શકતા 1800 લોકોની અરજી રદ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે અરજીઓ વડોદરા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ અને કચ્છની હતી. રાજ્યમાં વર્ષ દરમિયાન કુલ 6થી 7 લાખ અરજીઓ આવી છે. 2022 ના વર્ષની જાન્યુઆરીથી જૂન માસ ની અરજીના નિકાલ ઓગસ્ટમાં કરવામાં આવશે. અમદાવાદમાં રોજ 3200 અરજીઓ પાસપોર્ટ માટે આવે છે. માત્ર 5 ટકા અરજદારોને પાસપોર્ટ માટે આપેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. ભરૂચથી આવેલી એક છોકરી ને અભ્યાસ માટે બહાર જવાનું હોવાથી તેના ડોક્યુમેન્ટ લઈને આજે જ તેને પાસપોર્ટ આપી દેવામાં આવ્યો હતો આવી લોક અદાલત દર બે મહિને યોજવામાં આવશે

Next Story