Connect Gujarat
ગુજરાત

મહીસાગર: ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યાથી ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ

મહીસાગરના પાલ્લા ગામે ચોંકાવનારો બનાવ, જિલ્લા ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યા.

X

મહીસાગર જિલ્લા ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.પાલ્લા ગામ ખાતે અજાણ્યા ઇસમો દંપત્તિની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

મહીસાગર જિલ્લામાં ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખી છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. બંનેની હત્યા માથામાં પાઈપ અથવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે.

પોલીસે આ મામલે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની મદદ લીધી છે. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રીભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા. બનાવની જાણ થયા બાદ જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચી ગયા હતા. આ બનાવ લુણાવડા તાલુકાના પાલ્લા ગામ ખાતે બન્યો હતો. હાલ હત્યાનું કારણ જાણી શકાયું નથી.પોલીસ દ્વારા એફએસએલ અને ડૉગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે.

Next Story
Share it