/connect-gujarat/media/post_banners/3993415bbd9bab831f19de3afb36c19df2d157d40aff8f22dd1c7258361a8ab1.jpg)
મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે MLAના પુત્ર સહિત મિત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ એમ એલએ અને હાલમાં ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનો પુત્ર મહર્ષિ પટેલ અને લુણાવાડામાં નામી બિલ્ડર્સને જવેલર્સના વેપારી એવા સોધન મહાજનના પુત્ર શુભમ મહાજન રાજેસ્થાન બોર્ડર પર થી MLA લુણાવાડા લખેલું બોર્ડ મારી વિદેશી દારૂ ચિક્કાર હાલતમાં પી અને સાથે ઇનોવા ગાડીમાં બે પેટીથી પણ ઉપરાંત વિદેશી દારૂ ભરી લાવી ખાનપુર તાલુકાના વડાગામના સરપંચ જસવંત પટેલ કે જેઓ પગે અપંગ છે તેમની સાથે ફોન પર ધમકીઓ આપી બીભત્સ ગાળો આપી હતી અને પૂર્વ સરપંચના ઘરે ઇનોવા કાર લઇને આવી માર મારવામાં આવ્યો હોવાનું પૂર્વ સરપંચ દ્વારા હકીકત પોલીસ ને જણાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇનોવા કાર વિદેશી દારૂ સહિત મહર્ષિ તેમજ શુભમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
MLA ગુજરાત લખેલ ઇનોવા કારમાંથી મળી આવી વિદેશી દા ની 46 બોટલ લુણાવાડાના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલનો પુત્ર મહર્ષિ તેમજ લુણાવાડાના જાણીતા બિલ્ડર શોધન મહાજનના પુત્ર શુભમ મહાજનની ઇનોવા કાર તેમજ વિદેશી દારૂ મળી 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્રની દાદાગીરી સામે આવતા ચિક્કાર પીધેલી હાલમાંમાં બંનેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.