Connect Gujarat
ગુજરાત

મહિસાગર : વાછલાવાડા પ્રા-શાળાના આચાર્ય નશામાં ધૂત ઝડપાયા, પોલીસે નોંધી ફરિયાદ...

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા,

X

મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા, ત્યારે નશાની હાલતમાં રહેલ આચાર્યને ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોલીસ મથકે લઈ જઈ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શિક્ષક કે, જે બાળકોના જીવનનું ઘડતર કરે છે, અને સારા સંસ્કારોનું સિંચન કરે છે. પરંતુ કેટલાક શિક્ષકો એવા પણ હોય છે કે, જે શિક્ષણ જગતને લજવે છે. આવો જ એક બનાવ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાંથી સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી અલગ અલગ શાળાઓમાં આકસ્મિક તપાસ અર્થે નીકળ્યા હતા, જ્યાં કડાણા તાલુકાની વાછલવાડા પ્રાથમિક શાળામાં પહોચતા શાળાના આચાર્ય સરદાર માલિવાડને સવાલ પૂછ્યા હતા, અને જરૂરી દસ્તાવેજ માંગ્યા હતા, ત્યારે આચાર્યની આંખો લાલચોડ હોય અને તેઓ ધ્રુજતા હોય, જેને લઈ શિક્ષણાધિકારીને શંકા જતા આચાર્યને લઈ પોલીસ મથકે પહોચ્યા હતા, જ્યાં પોલીસે નશાની હાલતમાં રહેલ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ, મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આકસ્મિક શાળાની મુલાકાતોને લઈ ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Next Story