/connect-gujarat/media/post_banners/91046c15411cbd780db72654c8a1a8024f488531617f09d062dab019a61620a3.webp)
મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી. જોત જોતામાં દીવાલનો એક ભાગ ધડામ દઈને નદીમાં પડી ગયો હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ, ડેમની પ્રોટેક્ટ્સ વોલ તૂટતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલ ભાદર ડેમમાં અત્યારે 45થી 50 ટકા જેટલો પાણીનો સંગ્રહિત જથ્થો છે. ભાદર ડેમ ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના ગામોમાં પિયત માટે પાણી પૂરું પાડે છે. જોકે, ભાદર ડેમના ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોત જોતામાં દિવલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં પડ્યો હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે આ મામલે ભાદર ડેમના અધિકારીએ જણાવ્યુ હતું કે, ડેમની પાળ નથી તૂટી. ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે ડેમની પાળને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ડેટની બાજુમાં બનાવેલી પ્રોટેક્સન દીવાલ તૂટી છે. જેથી ડેમને કોઈ નુકસાન પહોંચે તેમ નથી. આ અંગે કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી લોકોને ખોટી અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.