મહીસાગર : ખાનગી ટ્યુશન વિના પોતાની મહેનતે માળીયા ગામનો વિદ્યાર્થી NEET-2022ની પરીક્ષામાં ઝળક્યો...

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામના વિદ્યાર્થીએ NEET-2022ની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.

New Update

Advertisment W3.CSS

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામનો વતની અને ધોરણ 1થી 12માં આદર્શ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતો પાર્થ પટેલ કે, જેને ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરી NEETની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી પરિવાર, શાળા તેમજ લુણાવાડાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ધોરણ 1થી 12માં લુણાવાડાની આદર્શ શાળામાં અભ્યાસ કર્યો, અભ્યાસ દરમ્યાન મેં કોઈપણ પ્રકારના ખાનગી ટ્યુશન કર્યા નથી, અને હું શાળાના સમય બાદ 6થી 7 કલાક વાંચન કરતો હતો. મારી પોતાની જાત મહેનતથી હું અત્યારે NEETની પરીક્ષામાં સારા ગુણ મેળવી શક્યો છું. મારી ઈચ્છા છે કે, મને મેડિકલમાં એડમિશન મળી જાય, તો આગળ જતા મારુ MD ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય. NEETની પરીક્ષામાં મારા સારા માર્ક્સ આવવા બદલ મારા માતા-પિતા, મારા ગુરુજનો, મારા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ઋણી છું, અને તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.