/connect-gujarat/media/post_banners/fc98ce0876e42042472f6c889c8e8f74830f3f4f1c8625ecefede795ebf0df4b.jpg)
માવઠાથી પાકને મહદઅંશે નુકશાન : ખેતીવાડી અધિકારી
કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવ્યું છે પાણી
સરકારી સહાય મળવાની ધરતીપુત્રોમાં આશાઓ પ્રબળ
અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને મહદઅંશે નુકશાની થઈ હોવાનું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે. તો બીજી તરફ, માવઠાએ જગતના તાતની આશાઓ પર પાણી ફેરવી દીધું હોવાનો ખેડૂતોમાં વસવસો છે. અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકશાની થઈ છે. જિલ્લાભરમાં પડેલા માવઠાએ જગતના તાતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ઘઉં, ધાણા, કઠોળ સહિતના પાકો સાથે કપાસ, એરંડા, દિવેલા અને બાગાયતી પાકમાં ડુંગળી સહિતના પાક તૈયાર થયો હોય અને કાપણી કરવાની બાકી હોય તે પૂર્વે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, ખેડૂતોએ કપાસની બે વીણી તો ખેડૂતોએ ઉતારી લીધી હતી, જ્યારે કપાસની એક વીણી બાકી હતી, ત્યારે કમોસમી વરસાદથી મહદઅંશે નુકશાની ઓછી થઈ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી જે.કે.કાનાણી જણાવી રહ્યા છે. કમોસમી વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં 15 MMથી લઈને 70 MM સુધી વરસાદ નોંધાયો હોવાનું ખુદ જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે.
તો બીજી તરફ, કમોસમી વરસાદથી નુકશાની નથી, પણ ખેડૂતોને મહદઅંશે નુકશાન તેમજ પાકની ગુણવત્તામાં ઘટાડો થયો હોવાનો સ્વીકાર કર્યો છે. રવિપાકમાં ઘઉં, ધાણા-જીરુંના પાકોને નુકશાન નથી, અને સરકારમાં રિપોર્ટ મોકલી આપ્યો હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ જણાવી રહ્યું હોય, ત્યારે ખેડૂતોને સહાય મળવાની આશાઓ પર પાણી ઢોળ થાય તેવા સમીકરણો હાલ સાકાર થતા જોવા મળી રહ્યા છે.