Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડો કપાસથી છલોછલ ભરાય, પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોમાં વસવસો...

અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

X

અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખેડૂતોને આ વખતે પણ કપાસના 1100થી લઈને 1500 સુધી પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે, ત્યારે કપાસની કેટલી આવક છે, અને કપાસના મળતા ભાવોથી ખેડૂતોની શું સ્થિતિ છે... જોઈએ આ અહેવાલમાં...

આ છે અમરેલી અને સાવરકુંડલાનું મુખ્ય ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિનું માર્કેટિંગ યાર્ડ. હાલ આ યાર્ડમાં ચારેતરફ માત્રને માત્ર સફેદ સોનુંરૂપી યાર્ડથી ઉભરાઈ ગયું છે, ત્યારે કપાસના ઢગલે ઢગલાઓ યાર્ડમાં ખડકાઈ ગયા છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, લાઠી, બગસરા, ધારી, લીલિયા, ખાંભા, રાજુલા, ટીમ્બી સહિતના યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી છે. જાહેર હરરાજીમાં કપાસના માત્ર 1100થી લઈને 1470 અને 1500 જેવા જ કપાસના ભાવો મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો પોસાતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે.

જોકે, આ વખતે ચોમાસમાં 2 મહિના સુધી વરસાદે વિરામ લઇ લેતા કપાસના વીઘા દીઠ ઉતારામાં ઘણો જ ફેર આવ્યો છે. ખેડૂતોએ મહા મુસીબતે પકવેલા કપાસમાં પોષણક્ષમ ભાવો મળતા નથી. તો બીજી તરફ, વિઘે ઉતારા ઓછા આવવાથી જાહેર હરાજીમાં કપાસના મળતા ભાવોથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરી સહિતની કપાસની માવજત સામે 1500ની અંદર મળતા ભાવો પોસાતા નથી, જ્યારે 1700થી 1800 કે, 2 હજાર જેવી રકમ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય આ 1500 જેવા ભાવોમાં ખેડૂતોને આટલી મહેનત કરવા છતાં પણ ઘરખર્ચના પૈસા નીકળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ અમરેલી જિલ્લામાં હાલ 40થી 50 હજાર મણ કપાસની આવક થઈ રહી હોવાનું જણાવ્યુ હતું.

Next Story