ગુજરાતમાં પુનઃ મેઘમહેર,રાજ્યના વિવિધ તાલુકા વરસાદથી તરબોળ

ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.

New Update

ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છેજેમાં સૌથી વધુ નડિયાદમાં નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે વરસાદ ખેડાના નડિયાદમાં 4.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ વસોમાં 3.7 ઇંચદાહોદમાં 3.5 ઇંચસંતરામપુરમાં 3.5 ઇંચમહુધામાં 2.9 ઇંચઝાલોદમાં 2.8 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે વહેલી સવારથી અમદાવાદમાં પણ રીમઝીમ વરસાદ પડી રહ્યો છે.

વહેલી સવારથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે 6 થી 8 વગ્યાના સમયગાળામાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોડાસામાં 1.9 ઈંચમેઘરજમાં 1.8 ઈંચખાનપુરમાં 1.6 ઈંચવીરપુરમાં 1.3 ઈંચકવાંટમાં 1.3 ઈંચદહેગામમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

નડિયાદમાં વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નડિયાદના ખોડિયારશ્રેયસપીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

અરવલ્લી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે મોડાસા શામળાજી હાઇવે આજુબાજુના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. જ્યારે મહેસાણાવડનગરઊંઝામાં વરસાદ પડ્યો છે.

Latest Stories