ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસ્યા,સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો

ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

gujarat rain
New Update

ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસારતારીખ 28મી સપ્ટેમ્બર શનિવારના રોજ નર્મદાસુરતડાંગતાપીનવસારીવલસાડદમણદાદરા નગર હવેલીમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીખેડાઅમદાવાદઆણંદપંચમહાલદાહોદમહિસાગરસુરેન્દ્રનગરરાજકોટજૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છેત્રીજીથી પાંચમી ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે.

 

 

#Gujarat #Heavy Rain #Rainfall #weather
Here are a few more articles:
Read the Next Article