Connect Gujarat
ગુજરાત

મહેસાણા: બી.એસ.એફ.ના જવાનોની સાયકલ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

X

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલ બી.એસ.એફ.ના જવાનોની સાયકલ યાત્રા મહેસાણાના ઊંઝા ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

સરહદની રક્ષા કરતાં જવાનો દ્વારા દેશના આઝાદીના 75 વર્ષે પૂર્ણ થવાને લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુથી દાંડી સુધી BSF ના જવાનોની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રાની શરૂઆત 15 ઓગસ્ટથી કરવામાં આવી હતી. આ યાત્રા 2જી ઓકટોબરના રોજ દાંડી ખાતે પૂર્ણ થશે આ સાઇકલ યાત્રામાં 100 જેટલા સાયકલવીર BSF ના જવાનો જોડાયા હતા.જે 1993 કિલોમીટરનું અંતર કાપી જમ્મુથી દાંડી પહોંચશે આ યાત્રા આજરોજ ઊંઝા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને ઊંઝા એપીએમસી દ્વારા આ સ્વાગત કાર્યકમ યોજાયો હતો ઊંઝા એપીએમસી ખાતે BSF ના જવાનોએ પોતાના સ્વરમાં દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા

Next Story