/connect-gujarat/media/post_banners/c9729e6cdec6ba4b38e2aded1a0d3b18b96a4226f3df0d7c790d6eecd35a5a9e.jpg)
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્તિના અભિગમ સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરીને નાગરિકોને લોન સહાય આપવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત મહેસાણાના વિસનગર ખાતે આરોગ્યમંત્રીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.આરોગ્યમંત્રીએ મહેસાણા પોલીસની આ પ્રજાલક્ષી પહેલને બિરદાવી હતી.તેમણે કહ્યું કે નાગરિકોને આ લોન સહાય માનસિક રીતે તણાવમુક્ત કરશે.