Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ઊંઝા APMCથી આશાબેન પટેલની નીકળી અંતિમયાત્રા, લોકોએ કર્યા અંતિમદર્શન

સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં કરાશે અંતિમવિધિ આશાબેન પટેલના અવસાન પર લોકોમાં ભારે દુઃખ

X

મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ગત રવિવારે ડેન્ગ્યુના કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લાવવામાં આવ્યો હતો. સિદ્ધપુરમાં તેઓની અંતિમવિધિ માટે સરસ્વતી મુક્તિધામમાં જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વહેલી સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આશાબેન પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી તેમના ગામ વિશોળ ખાતે લઇ જવામાં આવી હતી, ત્યાંથી અંતિમવિધિ માટે આશાબેન પટેલના પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો હતો. સિદ્ધપુરમાં થનારી અંતિમવિધિમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહી ભાવાંજલી અર્પણ કરી હતી. આશાબેન પટેલના અવસાન પર રાજકીય આગેવાનોએ દુઃખની લાગણી વ્યકત કરી હતી.

Next Story
Share it