/connect-gujarat/media/post_banners/fedf38049d138228dedac1d23aaf43b6b5d12d9017c341bc4fbdcd3924dbfc40.jpg)
નવરાત્રીના પાવન અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માઁ ઉમિયા ધામ પધારી માઁ ઉમિયાના ચરણે શીશ ઝુકાવ્યું હતું, ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી પદનો હોદ્દો સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા ઉમિયા ધામ ખાતે પધાર્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માઁ ઉમિયાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મંદિર ખાતે વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણીઓએ 70 વર્ષે સમાજની આશા પુરી થઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.