Connect Gujarat
ગુજરાત

મહેસાણા: સૌથી જૂના ગાયકવાડી મંદિરે દુંદાળાદેવને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર

ગણપતિ દાદા ને ગાર્ડ ઓફ ઓનર, ગાયકવાડી ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનરની અનોખી પરંપરા.

X

મહેસાણામાં 110 વર્ષ જૂના ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા પોલીસ દ્વારા દુંદાળાદેવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 110 વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે. દર વર્ષે 6 દિવસ ગણેશોત્સવ ધામ ધૂમથી ઉજવાય છે. દર વર્ષે મહાકાય મૂર્તિ લવાય છે જેની જગ્યાએ આ વર્ષે માટીની નાની પ્રતિમા લાવીને મંદિરમાં જ તેનું પૂજન કરવામાં આવશે.

Next Story