Connect Gujarat
ગુજરાત

મહેસાણા : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો

જિલ્લામાં આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.

X

મહેસાણા જિલ્લામાં આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે એકતા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુનિટી દોડ સહયોગ પાર્લરથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ દોડ રાધનપુર ચોકડી થઈ મોઢેરા ચાર રસ્તા સરદાર ૫ટેલની પ્રતિમા ખાતે પૂર્ણ થઇ હતી. ત્યારબાદ તમામ લોકોએ દેશની અખંડિતતા અને એકતાના શપથ લીધા હતા. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે એકતા દોડ પૂર્ણ થયા બાદ મોઢેરા ચાર રસ્તા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત રમત ગમત વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story